નવી દિલ્હીઃ લદ્દાખમાં ચીનની સાથે થયેલા સીમા વિવાદ મામલે બંને પક્ષોએ સૈન્ય અધિકારીઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ અને બંને પક્ષોના સંયમ રાખવાને લઇને લાંબી ચર્ચા થઇ હતી. તાજા ઘટનાક્રમમાં ચીને ભારતના 10 સૈન્યકર્મીઓને મુક્ત કરવામાં આવ્યા છે.
વધુમાં જણાવીએ તો ગત્ત 15-16 જૂને બંને દેશો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ અધિકારીઓ અને જવાનોની ચીની પક્ષે પોતાના કબ્જામાં લીધા હતા.
શુક્રવારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બધા 10 સૈનિકોને મેજર જનરલ સ્તરીય વાર્તા બાદ ગુરૂવારે સાંજે લગભગ 4 કલાકે ભારતીય પક્ષમાં પરત મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ ભારતીય સેનાના બધા જ સૈનિકોની ખબર મળી છે.
મહત્વનું છે કે, ગત 15-16 જૂન દરમિયાન રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ થઇ હતી. આ દરમિયાન 20 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીની સૈનિકના એક કમાન્ડર સહિત 30થી વધુ લોકો માર્યા ગયા હતા.