ઉત્તર પ્રદેશના આ બાળલેખકનું નામ છે મૃગેન્દ્ર રાજ. તેણે કહ્યું હતું કે, મેં 6 વર્ષની ઉંમરમાં પુસ્તકો લખવાની શરૂઆત કરી દીધી હતી તથા તેની પહેલી પુસ્તક કવિતા સંગ્રહ હતો.
તે લેખક તરીકે આજનો અભિમન્યુ નામ ઉપયોગ કરી રહ્યો છે તથા તેના નામે 4 વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત થઈ ચૂક્યા છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, મેં રામાયણના 51 પાત્રોનું વિશ્લેષણ કરી પુસ્તક લખ્યું છે, તથા દરેક પુસ્તકમાં 25થી 100 પાના છે. મને તો લંડનની વર્લ્ડ યુનિવર્સીટી ઓફ રેકોર્ડ તરફથી ડોક્ટરેટની પદવી આપવાની પણ ઓફર મળી છે.
સુલ્તાનપુરમાં એક ખાનગી શાળાની શિક્ષિકા માતાએ જણાવ્યું હતું કે, મારા છોકરાને નાનપણથી જ અભ્યાસમાં ખૂબ ધગશ હતી તેથી મેં મારા દિકરાને પ્રોત્સાહન પૂરુ પાડ્યું.
મૃગેશના પિતા રાજ્યના ખાંડ ઉદ્યોગ તથા શેરડી વિકાસ નિગમમાં કામ કરી રહ્યા છે.
મૃગેશે ભવિષ્યની વાત કરતા કહ્યું કે, તે મોટો થઈને બસ એક લેખક જ બનવા માંગે છે તથા અલગ અલગ વિષયો પર વધુમાં વધુ પુસ્તકો લખવા માગે છે.