નવી દિલ્હી: દર વર્ષે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા માટે દિલ્હીના કોઈપણ કૃષ્ણ મંદિર જાય છે. આ વર્ષે મુખ્યપ્રધાન ઇસ્ટ ઓફ કૈલાશ સ્થિત ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન સાથે સ્થાનિક ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ પણ હાજર હતા. અહીં મુખ્યપ્રધાનએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી અને આરતી પણ કરી હતી.
અરવિંદ કેજરીવાલ ત્યાં પણ પહોંચ્યા, જ્યાં મંદિરમાં ભગવાન બાલ ગોપાલનું પારણું રાખવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનએ આ પારણું ઝુલાવ્યું હતું. આ પછી, તેમણે કૃષ્ણ રાધાની પ્રતિમા પર જલાભિષેક પણ કર્યો હતો. આ દરમિયાન, ઇસ્કોન મંદિર તરફથી, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શ્રી કૃષ્ણ-રાધાની તસવીર ભેટમાં આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મુખ્યપ્રધાને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું છે કે, ‘ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હંમેશાં તમારા પર અને તમારા પરિવાર પર રહે. આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.’