ચીફ જસ્ટિસ ગોગોઈ કહ્યું કે, આની પાછળ કોઈ મોટી તાકાત હોઈ શકે છે, જે ન્યાયાધીશની ઓફિસને નિષ્ક્રિય બનાવવા માગે છે, પરંતુ સુપ્રીમ કોર્ટને બલીનો બકરો ન બનાવી શકાય. રંજન ગોગોઈએ કહ્યું કે, “પૈસા કે કોઇ તાકાત મને ખરીદી શકે તેમ નથી, તેથી આ નિમ્ન સ્તરના રસ્તા લોકો શોધી રહ્યા છે અને મને બદનામ કરવા માટે આ છેડતીનો રસ્તો શોધી કાઢ્યો છે. 20 વર્ષની નિઃસ્વાર્થ સેવા બાદ મારું બેંક બેલેન્સ 6.80 લાખ રૂપિયા છે. કેમ કે, આગામી દિવસોમાં હું એવા કેસોની સુનાવણી કરવા જઇ રહ્યો છું કે, જે અત્યત સંવેદનશીલ છે.” મહિલાએ સુપ્રીમ કોર્ટના અનેક ન્યાયાધીશોને પત્ર લખીને મુખ્ય ન્યાયાધીશ પર આરોપો લગાવ્યા હતા, આ આરોપોનો જો કે, કોઇ જ આધાર ન હોવાનો દાવો સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ સંજીવ સુધાકરે કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રંજન ગોગોઈ કહ્યું કે, તેની તપાસ થવી જોઈએ. આ મહિલાને સુપ્રીમ કોર્ટમાં નોકરી કેવી રીતે મળી, જ્યારે તેની પર બે ક્રિમિનલ કેસ છે. એટર્ની જનરલે કહ્યું કે, પોલીસે કેવી રીતે મહિલાને ક્લીન ચીટ આપી દીધી. રંજન ગોગોઈ કહ્યું કે, ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતારામાં છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લાગાવ્યો છે. આ મહિલા કર્મચારીએ શપથ પત્ર આપીને સુપ્રીમ કોર્ટના બધા જજોને આરોપ લગાવનાર આ પત્ર મોકલ્યો હતો. આ મામલાની સુનાવણી માટે એક સ્પેશ્યિલ પીઠની રચના કરવામાં આવી છે અને શનિવારે આ મામલે સુનાવણી થઈ હતી.