નવી દિલ્હી: ચીફ ડિફેન્સ જનરલ રાવતે ત્રણેય દળોને લઈને ઘોષણા કરી છે. જેમાં તેમણે કહ્યું કે, વાયુ રક્ષા કમાન્ડ આવનારા વર્ષની શરૂઆતમાં અને 'પેનિસૂલર કમાન્ડ' 2021 અંત સુધી શરૂ કરવામાં આવશે. રાવતે કહ્યું કે, સબમરીન એરફોર્સ કેરિયર્સ ઉપર નૌકાદળની પ્રાથમિકતા છે. આ ઉપરાંત ભારત જમ્મુ-કાશ્મીરમાં અલગ 'થિએટર કમાન્ડ' સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
જનરલ રાવતે કહ્યું કે, સ્વદેશી રીતે બાંધવામાં આવેલા વિમાનવાહક જહાજોની કામગીરીનું મૂલ્યાંકન કર્યા બાદ નૌકાદળના ત્રીજા વિમાનવાહક જહાજની માગ પર વિચાર કરવામાં આવશે. આ ઉપરાંત 114 ફાઈટર વિમાનો સહિત મોટી ડીલની ક્રમબદ્ધ રીતે ખરીદી કરવા માટે સમર્થન કરવામાં આવ્યું છે.
ભારત પાસે અલગથી તાલીમ અને સૈદ્ધાંતિક કમાન્ડ અને લૉજિસ્ટિક્સ કમાન્ડ હશે. ભારતીય વાયુ સેના, ભારતીય હવાઈ સંરક્ષણ કમાન્ડ હેઠળ આવશે. જેમાં લાંબા અંતરની તમામ મિસાઇલો અને વાયુ રક્ષા સાથે જોડાયેલી સંપત્તિ આવશે. ચીફ ડિફેન્સે આગળ કહ્યું કે, ભારતીય નૌકાદળના પૂર્વ અને પશ્ચિમ કમાન્ડનું વિલીનીકરણ 'પેનિસુલર કમાન્ડ'માં કરવામાં આવશે.