રાઉઝ એવેન્યુ કોર્ટે INX મીડિયા કૌભાંડની ઘટનામાં ચિદમ્બરમને 24 ઓક્ટોબર સુધી પ્રવર્તન નિર્દેશાલયની કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. ઈડીએ ચિદમ્બરમની 15 દિવસની કસ્ટડીની માગ કરી હતી. કોર્ટે ઈડીને ચિદમ્બરમને ઘરનું ભોજન, દવા WC આપવાનો આદેશ કર્યો છે.
સુનાવણી શરૂ થતાં જ ચિદમ્બરમની કસ્ટડી 14 દિવસ વધારવા માગ કરાઈ હતી. CBIએ કહ્યું કે ચિદમ્બરને આ મુદ્દે જામીન નથી મળ્યા. તેમની ન્યાયિક કસ્ટડી આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ કોર્ટે આ ઘટનામાં ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 24 ઓક્ટોબર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન સરકારી વકીલ તુષાર મહેતાએ કહ્યું કે ચિદમ્બરમે સરેન્ડર કરવાની અરજી દાખલ કરી હતી.