લાંબા સમયથી બિમારીથી પીડાઈ રહેલા છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના માતાનું આજે અવસાન થયું છે.
મુખ્યપ્રધાનના પિતા સહિત સરકારમાં પ્રધાન કવાલી લખમા સહિત કેટલાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હોસ્પિટલમાં હાજર છે. મુખ્યપ્રધાનના માતા બિંદેશ્વરી બઘેલનો પાર્થિવ દેહ હાલ રામકૃષ્ણ હોસ્પિટલથી ભિલાઈના નિવાસસ્થાન લઈ જવામાં આવશે.
સાંજે 7 વાગ્યે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ યાત્રા 8 ઑગષ્ટે સવારે 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.