ચેન્નઈ: ચેન્નઈ એર કસ્ટમ દ્વારા નેધરલેન્ડ અને જર્મનીથી આવેલા 4 પાર્સલ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 276 એમડીએમએ પિલ્સ અને 7 ગ્રામ એમડીએમએ સામગ્રી મળી આવી હતી, જેની કિંમત 9 લાખ રૂપિયા છે.
દિલ્હીના કસ્ટમ વિભાગના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, ચેન્નઈની ફોરેન પોસ્ટ ઓફિસક પર જર્મની અને નેધરલેન્ડથી આવેલા ચાર પાર્સલમાં નશીલા પદાર્થો હોવાની શંકા જતા અધિકારીઓએ ચારેય પાર્સલ ખોલ્યા હતા.
જર્મનીથી આવેલા બન્ને પાર્સલ ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી લાલ રંગની 100 અને વાદળી રંગની 50 MDM ગોળીઓ મળી આવી હતી. જેમાં લાલ રંગની ગોળીઓમાં 224 મિલીગ્રામ MDM પદાર્થ મળી આવ્યો હતો, જ્યારે વાદળી રંગની ગોળીઓમાં 176 મિલીગ્રામ MDM પદાર્થ મળી આવ્યો હતો. જ્યારે બીજા પાર્સલમાં 7 ગ્રામ MDM પદાર્થ વાળો એક ક્રિસ્ટલ મળી આવ્યો હતો.