ચેન્નઈઃ શહેરની એક કંપનીએ એક એવી મશીન બનાવવાનો દાવો કર્યો છે કે, જેમાં કોરોના દર્દીઓ અને સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ વચ્ચે દૂર બેઠા સંપર્ક રહે છે. કંપનીના સીઈઓ વિગ્નેશ્વરે કોવિડ-19ના દર્દીઓ માટે પેશન્ટ કેર સિસ્ટમ રજૂ કરી. દર્દીઓ આ કેર સિસ્ટમનું બટન દબાવી આસાનીથી સ્વાસ્થ્યકર્મીઓનો સંપર્ક કરી શકે છે.
કોરોના એક એવી બિમારી છે, જે એકબીજાના સંપર્કમાં આવતા ફેલાય છે. આ બિમારીનો વધુ ભોગ સ્વાસ્થ્યકર્મીઓ બનતા હોય છે. જો દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય તો ડૉક્ટર્સ અને નર્સે વારંવાર તેમના સંપર્કમાં આવવું પડતું હોય છે. આવામાં આ પ્રકારનું મશીન ખુબ જ ફાયદાકારક નિવડે છે. આ મશીન દર્દીઓને આપવામાં આવે છે. જેમાં જરૂરી સમયે સ્માર્ટ બટન દબાવી સ્વાસ્થ્યકર્મીઓનો સંપર્ક કરી શકાય છે.
બટન દબાવાથી સ્વાસ્થ્યકર્મીઓને દર્દીનું નામ, રૂમ નંબર ડિસ્પ્લેમાં દેખાશે. આ મશીનમાં સિંગલ પ્રેસ, ડબલ પ્રેસ અને ત્રીપલ પ્રેસ છે, એમ ત્રણ પ્રકારના પ્રેસ છે. સિંગલ પ્રેસનો મતલબ છે કે, દર્દીને પાણીની જરૂર છે. ડબલ પ્રેસનો મતલબ છે કે, દર્દીને દવા જોઈએ છે અને ત્રીપલ પ્રેસનો મતલબ છે કે, ઈમરજન્સી સ્થિતી.
આ મશીનના ડિસ્પ્લે પર 100થી વધુ દર્દીઓ પર દેખરેખ રાખી શકાય છે. એક કિલોમીટર સુધી આ મશીન સંપર્ક કરી શકે છે. આ અંગે વિગ્નેશ્વરે દાવો કર્યો છે કે, સંપૂર્ણ સિસ્ટમ 'મેડ ઈન ઈન્ડિયા' છે અને તેને આ મશીન માટે પેટન્ટ પણ મળવી છે. તેમણે કહ્યું કે, આ મશીનની કિંમત 2 હાજરથી 3 હજાર પ્રતિ દર્દી છે અને આ કિંમતમાં ઘટાડો પણ કરી શકાય છે.