આ અંગે ISROએ ટ્વીટ કરી જણાવ્યું કે, 'ટેકનિકલ ખામીને કારણે 15 જુલાઈએ 2019ના રોજ ‘ચંદ્રયાન-2’ રોકવામાં આવ્યું હતું. હવે ભારતીય સમય મુજબ સોમવારે 22 જુલાઈના રોજ બપોરે 2ઃ43 કલાકનો સમય લોન્ચિંગ માટે નક્કી કરાયો છે.' અગાઉ રોકેલા લોન્ચિંગને લઇ સોશિયલ મીડિયાથી માંડી દુનિયાના બુદ્ઘિજીવીઓએ સરાહના કરી હતી.
640 ટન જીયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-માર્ક થર્ડ રૉકેટ 44 મીટર લાંબુ છે. આ રૉકેટમાં 3.8 ટનનું ચંદ્રયાન છે. રૉકેટને 'બાહુબલી' નામે ઉપનામ અપાયું છે. ધરતી અને ચંદ્રની વચ્ચે આશરે 3.844 કિલોમીટર અંતર છે. ત્યાંથી ચંદ્ર માટે લાંબી યાત્રાની શરૂઆત થશે.