ચંડીગઢઃ કોરોના વાઈરસને કારણે 1800 કરતાં વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટના રોગીઓને લોકડાઉન દરમિયાન કષ્ટદાયક સમય પસાર કરવો પડી રહ્યો છે.વિભિન્ન રાજ્યમાં કિડનીના દર્દીઓને પીજીઆઈ દ્વારા નિર્ધારિત દવાઓ નથી મળી રહી. જેથી પીજીઆઈ નેફ્રોલોજી વિભાગ દવા કંપનીઓ સાથે મળી પોતાના કિડનીના દર્દીઓને દવા પુરી પાડવાનું કામ કરી રહી છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગના પ્રમુખ આશીષ શર્માએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં કહ્યું કે, તેમની પાસે બધા રાજયના કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ છે. વર્તમાનમાં પ્રત્યેક પ્રાંતમાં ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને જે દર્દીને ડોનર મળ્યાં છે તેઓનું કર્ફ્યુ અને લોકડાઉનને કારણો કિડની ટ્રાન્સપ્લાન્ટ નથી થઈ શકતું.
ડૉ આશીષ શર્માના મત મુજબ, જે રાજ્યોમાં ખાનગી હોસ્પિટલોને ક્વોરનટાઈન વોર્ડમાં રૂપાંતરિત કરવામાં આવી છે, ત્યાં કોરોના વાઈસની સારવારમાં ડોક્ટર્સને મુશેકલી આવી રહી છે. ત્યાં કોઈ ડાયાલિસિસ નથી પરંતુ તેઓએ પીજીઆઈની વેબસાઇટ પર એક વોટ્સએપ નંબર આપ્યો છે, જેના દ્વારા તેઓ તેમના દર્દીઓને સંબંધિત દવાઓ અને રિપોર્ટ્સની તપાસ કરી રહ્યા છે. આ રીતે કીડનીના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
સરકારી શાળાની શિક્ષિકા રૂપા અરોરાએ તેના પતિને લીવર ટ્રાન્સપ્લાન્ટનો 65 ટકા હિસ્સો આપ્યો હતો, ત્યારબાદ તેને દર બે મહિને ગુડગાંવની હોસ્પિટલમાં ચેકઅપ માટે જવામાં મુશ્કેલી થતી હતી, પરંતુ લોકડાઉનને કારણે તેણે ઓનલાઇન ડોકટરોનો સંપર્ક કર્યો હતો, અને તેમની દવાઓ વિશે માહિતી મેળવી હતી. ચંદીગઢમાં ડોક્ટરને વોટ્સએપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ મોકલવામાં આવી રહ્યો છે. આ દંપતીનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.