મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતીબેન ગુજરાતમાં જ રહે છે. શનિવાર સવારે તે અમૃતસરથી જુની દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી અને પરિવાર સાથે ઑટોમાં બેસીને સિવિલ લાઈન્સ માટે રવાના થઇ હતી.
ઑટોમાંથી ઉતરવા સમયે બની ઘટના
ઑટોમાંથી જ્યારે પરિવારના સભ્યો ઉતરી રહ્યાં હતાં તે જ સમયે પાછળથી બાઈક સવાર આવીને દમયંતીબેનના હાથમાં રાખેલો પર્સ ઝુટવીને ફરાર થઇ ગયા હતાં. જેને લઇને તેઓએ તાત્કાલીક પોલીસને ઘટના અંગેની જાણકારી આપી હતી. પોલીસને જણાવ્યું કે, તે વડાપ્રધાન મોદીની ભત્રીજી છે. ચોર જે પર્સ છીનવીને લઇ ગયા તેમાં થોડા રોકડા રૂપિયા, મોબાઈલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજ હતાં.
CCTV ફૂટેજ તપાસી રહી છે પોલીસ
હાલ પોલીસ CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહીં છે. તેમનું માનવું છે કે, ચોર પહેલાંથી જ એમનો પીછો કરતા આવતા હતા અને જ્યાં તક મળી ત્યાં ઘટનાને અંજામ આપ્યો હતો. માટે સમગ્ર રસ્તામાં રહેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જેથી ઘટનાને અંજામ આપનારને ઝડપી શકાય.