ETV Bharat / bharat

ભારતીય રેલવે ફરી દોડશે, ચિદંબરમે મોદી સરકારના નિર્ણયને આવકાર્યો - સરકારના નિર્ણય

લોકડાઉનમાં સ્પેશ્યિલ સ્થળ માટે પ્રવાસી રેલ સેવા શરૂ કરવાના નિર્ણયને પૂર્વ નાણા પ્રધાન પી. ચિદંબરમએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે, રેલવે સેવા સાથે-સાથે માર્ગ પરિવહન અને હવાઇ પરિવહન પણ અમુક સ્થળ માટે શરૂ કરવી જોઇએ.

ભારતીય રેલ્વે ફરી દોડશે, ચિદંબરમએ મોદી સરકારના નિર્ણયનો કર્યો સ્વાગત

author img

By

Published : May 11, 2020, 2:53 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદંબરમએ અમુક નક્કી કરેલા સ્થળો પર રેલ સેવા શરૂ કરવાના સરકારના નિર્ણયને આવકારતા સોમવારે જણાવ્યું કે, દેશમાં આર્થિક ગતિવિધિઓને ફરી શરૂ કરવા માટે હવે માર્ગ પરિવહન અને વિમાન પરિવહન સેવા પણ અમુક સ્થળોએ શરૂ કરવી જોઇએ.

પૂર્વ નાણા પ્રધાને ટ્વીટ કર્યું કે, અમે પ્રવાસી ટ્રેનોને સાવધાની પૂર્વક શરૂ કરવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. એ રીતે માર્ગ પરિવહન અને વિમાન સેવા પણ અમુક સ્થળો પર શરૂઆત કરવામાં આવવી જોઇએ.

  • We welcome the decision of the government to cautiously start operations of inter state passenger trains.

    The same modest opening should be started with road transport and air transport.

    — P. Chidambaram (@PChidambaram_IN) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમને કહ્યું કે, આર્થિક અને વાણિજ્યિક ગતિવિધિયોને પ્રભાવી રૂપથી શરૂ કરવાનો આ એક જ રસ્તો છે કે માર્ગ, રેલ્વે અને વિમાન સેવાઓ શરૂ કરવામાં આવે.

મહત્વનું છે કે, ભારતીય રેલ્વેએ રવિવારના રોજ કહ્યું કે, અમારી યોજના 12 મેથી નક્કી કરવામાં આવેલા સ્થળ પર ટ્રેન શરૂ કરવાની છે અને શરૂઆતમાં નક્કી કરવામાં આવેલી 30 જેટલી ટ્રેન ચલાવવામાં આવશે.

આ સાથે જ રેલવેએ કહ્યું કે, આ ટ્રેનમાં સીટોનું રિઝર્વેશન કરાવનાર મુસાફરોને ટ્રેન ઉપાડવાના સમયથી ઓછામાં ઓછા એક કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.