બેંગ્લુરુઃ યેદિયુરપ્પાએ પત્રકારોને જવાબ આપતા કહ્યું કે, "17 મે પછી કેન્દ્ર સરકાર ઘણી બધી બાબતોમાં રાહત આપી શકે છે. આપણે તેની રાહ જોવી જોઈએ.' તેમણે કહ્યું કે, "મારા મતે કેન્દ્ર ફાઇવ સ્ટાર હોટલ અથવા તેના જેવી અન્ય સુવિધાઓ માટે ભલે અનુમતિ ના આપે પરંતુ બીજી બાબતોમાં કેન્દ્ર રાહત આપી શકે છે."
કર્ણાટકના પર્યટનપ્રધાન સી.ટી.રવિએ બુધવારે સંકેત આપ્યો હતો કે, રાજ્ય સરકાર જીમ, ફિટનેસ સેન્ટર અને ગોલ્ફ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપશે. તેમણે કહ્યું કે, 17 મે પછી સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન મળે તે હેતુથી કેટલીક હોટલોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.