નાગરિકતાં બિલ વિશે વાત કરતાં પંજાબના ફિરેઝપુરના સંસદ શિઅદ પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે, "આપણે દ્રઢતાપૂર્વક નાગરિકતા કાયદામાં મુસ્લિમોને સામેલ કરવા જોઈએ. કારણ કે, દેશના લોકો પણ એ જ ઇચ્છે છે. આમ, શિઅદ પ્રમુખે લોકમાંગણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારને નાગરિકતા કાયદામાં પરિવર્તન કરવા અપીલ કરી હતી."
ઉલ્લેખનીય છે કે, વિવાદિત સંશોધિત નાગરિકતા કાયદામાં 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનના લીધે ભારતમાં આવેલાં હિન્દુ, શીખ, ઈસાઈ, બુદ્ધ, પારસી અને જૈનોને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.