જયેષ્ઠ શુક્લ દશમને ગંગા દશહરા તરીકે મનાવવામાં આવે છે. તેને ગંગાજીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્કનંદપુરાણ અને વાલ્મીકિ રામાયણ મુજબ આજના દિવસે મહારાજ ભાગીરથની તપસ્પાનું ફળ પ્રાપ્ત થયુ હતું. તેમની તપસ્યા પ્રસન્ન થઈ સ્વર્ગ પરથી ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતાં.
આજે ગંગા પૂજન ઉત્સવ સાથે સ્નાન અને દાનના રુપાત્મક વ્રત રાખવામાં આવે છે. તેમજ આજ રોજ સહપરિવાર ગંગા સ્નાનનું અનેરુ મહાત્મય છે. કહેવાય છે કે,આજના દિવસે ગંગામાં ડૂબકી લગાવવાથી પાપમુક્ત થઈ જવાય છે. તેમજ સાત જન્મનું પૂણ્ય પ્રાપ્ત થાય છે.