નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ ધોરણ 9 અને 11મા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવા માટે એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે સીબીએસઈએ એક સર્ક્યુુલર જાહેર કર્યુ છે. આ મુજબ સ્કૂલોને નિર્દેશ આપવામાંં આવ્યો છે કે, શાળાઓ તેમની સગવડ મુજબ વિદ્યાર્થીઓની ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા લઈ શકે છે.
કોરોનાના સંક્રમણને લીધે ચાલતાં લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીમાં વધતાં તણાવને ધ્યાને રાખી સીબીએલઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઈના આ નિર્ણય પર પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે કહ્યું કે, કોરોના સંક્રમણે કારણે વિદ્યાર્થીઓમાંં ચિંતા છે, ઉપરથી લોકડાઉનને કારણે બંધ શાળાઓને કારમે છાત્રોમાં તણાવ અને ચિંતા વધી રહી છે. તેઓ તેના આગળના અભ્યાસને લઈ પણ ચિંતિતિ છે. વધુમાં હાલની સ્થિતિને જોઈ રોજગારી પણ ઠપ્પ છે. એવામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક રિતે રાહત આપવા માટે આ નિર્ણય યોગ્ય છે.
આ સાથે જ સીબીએસઈએ જણાવ્યું છે કે, કોરોના વાઈરસને કારણે નાપાસ થયેલા વિદ્યાર્થીઓેને આ તક આપવામાં આવી છે. આ તક માત્ર આ સત્ર પુરતી જ સિમિત છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સગવડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે નહીં.