મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે 142 કરોડ રૂપિયા અને 975 ગરકાયદેસર હથિયાર જપ્ત કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 21 ઓક્ટોબર મતદાન છે.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની ઘોષણા કર્યા બાદ 21 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રમાં આચાર સંહિતા લાગૂ છે.
આ ઉપરાંત શનિવારે ઇન્કમ ટેક્સ વિભાગે જણાવ્યું કે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 29 કરોડ રૂપિયાની બેનામી સંપત્તી જપ્ત કરવામાં આવી છે. સાથે જ મુંબઈ પોલિસ અને ચૂંટણી પંચના અધિકારીઓએ શનિવારે વર્લીમાં એક વાહનમાંથી 4 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર બંધ કરવામાં આવ્યો. ચૂંટણી 21 ઓકટોબરે થવાની છે અને પરિણામ 24 ઓકટોમ્બરના રોજ છે.