ETV Bharat / bharat

રાજસ્થાનમાં 22 વર્ષીય યુવતી પર દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી

ચુરુ જિલ્લામાં 22 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસ સ્ટેશનમાં પીડિતાની ફરિયાદ પર આઈપીસી કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી મુકેશ ઉર્ફે રામેશ્વરલાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

author img

By

Published : Jun 14, 2020, 8:40 PM IST

ચુરુ જિલ્લામાં 22 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી

ચુરુ (રાજસ્થાન): જિલ્લામાં 22 વર્ષીય યુવતીએ ચુરુના મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ પર આરોપી યુવક મુકેશ ઉર્ફે રામેશ્વરલાલ વિરુદ્ધ પોલીસે આઈપીસીની કલમ 384, 506, 354, 376 (2) હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી હતી. મહિલા પોલીસ મથકમાં કેસ નોંધ્યો બાદ પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. પોલીસને મળેલી માહિતી અનુસાર આરોપી યુવક યુવતીના ઘરે અવારનવાર જતો હતો.

પીડિતાએ તેને પોતાનો ભાઇ માન્યો હતો, પરંતુ આરોપી યુવક યુવતી પર ખરાબ નજર હતી. આરોપી યુવતીને તેની જાળમાં ફસાવવા વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરતો હતો. એક દિવસ આરોપીએ યુવતીને માદક પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીએ આરોપીને તેની ફરિયાદ તેના પરિવારના સભ્યોને જણાવવાનું કહ્યું ત્યારે, આરોપીએ પીડિતાને લગ્નનું વચન આપી ત્યારથી આરોપી પીડિતાનું વારંવાર શોષણ કરતો રહ્યો.

યુવતીનો આરોપ છે કે, આ સમય દરમિયાન સોનાની ચેન અને 90 હજારની છેતરપિંડી કરી હતી. આ ઘટના અંગે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.