સીતામઢી: નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામને લઇને કરેલુ વિવાદિત નિવેદન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લાના વકીલ ઠાકુર ચંદન કુમાર સિંહે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
ચીનના ઇશારે કામ
દાખલ પત્રમાં આરોપ છે કે, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચીનના ઇશારા પર કામ કર્યુ છે. એક વિચારેલી અપરાધિક અને રાજકીય સાઝિસ હેઠળ ભારત અને નેપાળના સારા સંબંધને ખરાબ કરવા તેઓએ ભગવાન રામ પર નિવેદન આપ્યું હતું. જેનાથી હિંદુ સનાતન ધર્મના અનુયાયિઓની ધાર્મિક ભાવનાઓને દુ:ખ થયુ છે. ઓલીએ આ નિવેદન ધાર્મિક ઉતેજનાઓ ફેલાવવાને લઇને આપ્યું હતું.
16 જૂલાઇના રોજ સુનાવણી
વકીલ ઠાકુર ચંદન કુમાર સિંહે જણાવ્યું કે, દાખલ થયેલી અરજીની 16 જૂલાઇના રોજ વિશેષ સુનાવણી થશે. કેસ દાખલ થયા બાદ CRPCની કલમ 200 હેઠળ કોર્ટમાં ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવશે. ત્યારબાદ ફરિયાદીએ કોર્ટમાં નેપાળી વડાપ્રધાન વિરુદ્ધ પુરાવા રજૂ કરવા પડશે.