વિદેશમાં 1 કરોડની નોકરી છોડી ચૂંટણી લડી રહી છે નૌક્ષમ ચૌધરી
લંડનમાં પબ્લિક રિલેશનની 1 કરોડની નોકરી છોડી નૌક્ષમ ચૌધરી હરિયાણામાં સૌથી પછાત જિલ્લામાંના એક મેવાતના પુન્હા વિધાનસભામાંથી ચૂંટણી લડી રહી છે. નૌક્ષમ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહી છે.
ડેપ્યુટી CMO રાકેશ કુમાર VRS લઈ રાજકારણમાં આવ્યા
સૌથી પહેલા વાત કરીએ ડેપ્યુટી સીએમઓ રાકેશ કુમારની, તેઓ વીઆરએસ લઈને રાજનીતિમાં આવ્યા છે. આરએસએસ સાથે નાતો હોવાના કારણે તેમને ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે. રાકેશ કુમાર ઝજ્જરથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ગીતા ભુક્કલ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.
પોલીસની નોકરી છોડી યોગેશ્વર અને બબીતા ફોગાટ ચૂંટણીમાં ઊભા રહ્યા
બબીતા ફોગાટ અને યોગેશ્વર દત્ત પોતાની પોલીસની નોકરી છોડી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. બબીતા ચરખી દાદરીથી અને યોગેશ્વર બરોદા વિધાનસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે.
યુનિવર્સિટીમાંથી રજા લઈ ફરી એક વાર સંતોષ દહિયા ચૂંટણી લડી રહ્યા છે
જેજેપીમાંથી લાડવા સીટ પર ચૂંટણી લડી રહેલી સંતોશ દહિયા કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. યુનિવર્સિટીમાંથી ઑન લીવ થઈને ચૂંટણી લડી રહી છે. સંતોષ દહિયા 2014માં બેરી વિધાનસભાથી ઈનેલોની સીટ પરથી ચૂંટણી લડી હતી.
લાખોની નોકરી છોડી અરુણ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા
બલ્લભગઢ વિધાનસભાથી બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા ઇરુણ બૈસલા પેટીએમમાં એન્જીનિયરની નોકરી છોડી રાજનીતિમાં આવ્યા છે. આર્મી ઈંસ્ટીટ્યૂટ ઑફ એન્જીનિયરથી એન્જીનિયરીંગ ગ્રેજ્યુએટ અરુણની સારે એવી સેલેરી છે. તેમના દાદા ચૌધરી સુમેર સિંહ આઝાદી પહેલા અને આઝાદી બાદ ધારાસભ્ય રહ્યા છે.