નવી દિલ્હી: લદ્દાખમાં ચીની સૈનિકોની કથિત ઘૂસણખોરી સંબંધિત અહેવાલોની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, "શું સરકાર પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?"
તેમણે એક સમાચારનો હવાલો આપીને ટ્વિટ કર્યું, 'શું ભારત સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?'
-
Can GOI please confirm that no Chinese soldiers have entered India?https://t.co/faR5fxEqQO
— Rahul Gandhi (@RahulGandhi) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Can GOI please confirm that no Chinese soldiers have entered India?https://t.co/faR5fxEqQO
— Rahul Gandhi (@RahulGandhi) June 3, 2020Can GOI please confirm that no Chinese soldiers have entered India?https://t.co/faR5fxEqQO
— Rahul Gandhi (@RahulGandhi) June 3, 2020
નોંધપાત્ર વાત એ છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે LOC પર લગભગ એક મહિનાથી ચાલી રહેલી ગતિવિધિઓના સંદર્ભમાં કહ્યું કે, પૂર્વ લદ્દાખમાં ચીની સૈનિકો 'નોંધપાત્ર સંખ્યામાં' આવી ગયા છે અને ભારતે પણ પરિસ્થિતિનો સામનો કર્યો છે. તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. સિંહે કહ્યું કે, ભારત અને ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વચ્ચે 6 જૂને બેઠક થવાની છે.
આ સાથે, તેમણે ખાતરી આપી હતી કે ભારત આ સ્થિતિમાં હાર નહીં માને.