દહેરાદૂન: ભારતીય સૈન્ય અકાદમીમાં પાસિંગ આઉટ પરેડ આ વખતે નવા અંદાજમાં જોવા મળશે. આ વખતે ડેપ્યૂટી કમાંડન્ટ તથા મુખ્ય પ્રશિક્ષકની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈનિકો માસ્ક પહેરી કદમતાલ કરતા જોવા મળ્યા હતા.
અકાદમીમાં દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડમાં અંતિમ પગ પાર કરતાની સાથે સૈનિકોને અધિકારીઓ તરીકે રેજીમેન્ટમાં તૈનાત કરી દેવામાં આવશે.
IMA દહેરાદૂનનો 88 વર્ષનો ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. આગામી 13 જૂને ભારતીય સૈન્ય અકાદમીના ઇતિહાસમાં નવો અધ્યાય જોડાશે. અમુક પરંપરાઓ તૂટશે જ્યારે અમુક નવી પરંપરાઓ પ્રચલિત પણ થશે.

IMA દહેરાદૂનની પાસિંગ આઉટ પરેડ વખતે જવાનોનો જુસ્સો જોવાલાયક હોય છે. અકાદમીની અઘરી ટ્રેનિંગ બાદ પાસ થયેલા સૈનિકોના પરિવારજનો તેમની વર્દી પર રેન્ક લગાવે છે. સૈનિકો માટે આ એક ખૂબ જ ભાવુક ક્ષણ હોય છે.
પરંતુ IMAના ઈતિહાસમાં પ્રથમવાર પીપિંગ સેરેમની દરમિયાન ઑફિસરો તેમની વર્દી પર રેન્ક લગાવશે.
1 ઑક્ટોબર 1932 માં ૪૦ સૈનિકો સાથે IMA ની સ્થાપના કરવામાં આવી હતી. 1934 માં પહેલી બેચ પાસ આઉટ થઈ હતી.1971 માં ભારત-પાક યુદ્ધના નાયક રહી ચૂકેલા ભારતીય સેનાના પહેલા ફિલ્ડ માર્શલ જનરલ સેમ માણેકશા પણ આ અકાદમીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.