કેન્દ્ર સરકારે કોરોના માહામારીને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો હતો કે વડાપ્રધાન, મંત્રીઓ અને સાંસદોના પગારમાં એક વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે અને સાંસદ ભંડોળ બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવશે.
સરકારના મતે, આવું કરવા માટે વડાપ્રધાન, મંત્રીઓ અને સાંસદો દ્વારા અપીલ કરવામાં આવી હતી, ત્યારબાદ કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળ અને પ્રધાનોની બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સાંસદોના પગારમાં 30 ટકા ઘટાડા સંદર્ભે વટહુકમ મંજૂર થયો છે. જાવડેકરે કહ્યું કે આ કપાત 1 એપ્રિલ, 2020 થી અમલમાં આવશે.