સરકારે બુધવારે કેન્દ્રીય કર્મચારીઓએ મોંઘવારી ભથ્થાને 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે.
આ બેઠક બાદ સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 5 ટકા વધારો અપાશે. જેમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારીઓને ફાયદો મળશે. 5 ટકા વધારા બાદ મોંઘવારી ભથ્થુ 17 ટકા થઈ ગયુ છે.
તેમણે જણાવ્યુ કે આ વધારો દિવાળી પર્વને ધ્યાનમાં રાખી અપાયો છે. જુલાઈ 2019 લાગુ કરી દેવાશે, કેન્દ્ર સરકારની તિજોરી પર આ 5 ટકાનો વધારો 16 હજાર કરોડમાં પડશે.