નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઇ, ચૈન્નઇ, દિલ્હી, અમદાવાદ, થાને, પુને, હૈદરાબાદ, કોલકાતા, હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટૂ અને તિરુવલ્લૂરના નગર નિગમ આયુક્ત આ બેઠકમાં સામેલ થયા છે.
આ બેઠક એ માટે મહત્વપૂર્ણ છે કારણ કે, આ 13 શહેર દેશમાં કોરોના વાઇરસથી સર્વાધિક પ્રભાવિત થયા છે અને દેશમાં સંક્રમણના કુલ કેસમાંથી લગભગ 70 ટકા કેસ આ જ શહેરોમાંથી સામે આવ્યા છે.
આ વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ બેઠકમાં સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો તેમજ પ્રધાન સચિવ (સ્વાસ્થય) વિભાગોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકનો એજેન્ડા કોવિડ 19ને લઇને સાર્વજનિક સ્વાસ્થય પ્રતિક્રિયા હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં સંબંધિત જિલ્લા અધિકારીઓએ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોવિડ 19થી બચવા માટે નગર નિગમોના અધિકારીઓ અને કર્મીઓ માટે ઉઠાવેલા પગલાઓની સમીક્ષા કરી હતી.
કેન્દ્ર સરકારે શહેરી વસ્તીઓમાં કોરોના વાઇરસથી બચવાથી લઇને પહેલા જ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.
એક અન્ય અધિકારીએ જણાવ્યું છે કે, અત્યાધિક જોખમલેનારા કામ કરવા, પુષ્ટિનો દર, મૃત્યુનો દર, કેસ બમણા થવાનો દર, પ્રતિ 10 લાખ લોકો પર તપાસની સંખ્યા વગેરે રણનીતિમાં ધ્યાનમાં રાખવામાં આવશે.
આ રણનીતિમાં તે પહેલુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જેમણે નિષિદ્ધ અને બફર ઝોન નિર્ધારિત કરતા સમયે ધ્યાનમાં રાખવાનો છે.
આ રણનીતિમાં પ્રતિબંધિત ક્ષેત્રોમાં નિર્ધારિત ગતિવિધિઓ જેવા વિસ્તારમાં અવર-જવર નિયંત્રણ, ઘરે-ઘરે જઇને સંદિગ્ધ સંક્રમિતોની જાણ થવી, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોની ઓળખ થવી અને સક્રિય કેસમાં સારવાર પ્રોટોકોલનો ઉલ્લેખ કર્યો હતો.
જેમાં બફર ઝોનમાં પણ સર્વેલન્સ ગતિવિધિઓની વાત કરી છે, જેથી શ્વાસની બિમારી સંબંધી દર્દીઓની જાણ થવી, સામાજિક અંતર અને સાફ-સફાઇ માટે લોકોને પ્રોત્સાહિત કરવો વગેરે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી પહેલા 25 માર્ચથી 21 દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેથી પહેલા ત્રણ મહિના ફરીથી 17 મે અને અત્યાર સુધી 31 મે માટે વધારવામાં આવ્યું છે.