સુપ્રીમ કોર્ટે નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019ને પડકારતી અરજીઓની સુનાવણી કર્યા બાદ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ સાથે કોર્ટે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.
ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયાધીશ બી.આર. ગવાઈ અને જસ્ટિસ સૂર્યા કાંતની ખંડપીઠે નાગરિકત્વ (સુધારા) અધિનિયમ, 2019 ને રોકવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, તે જાન્યુઆરીમાં આ અરજીની સુનાવણી કરશે.
નાગરિકતા સુધારણા અધિનિયમ (CAA) ની બંધારણીય માન્યતાને પડકારતા કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને ત્રિપુરા રાજ પરિવારના વંશજો પ્રદ્યોત કિશોર દેવ બર્મનની અરજીઓની સુનાવણી આજે કરવામાં આવી હતી.
વરિષ્ઠ અધિવક્તા અભિષએક મનુ સિંધવીએ બંને અરજીઓ પર સુનાવણી માટે અપીલ કરતા કહ્યુ કે, ઈન્ડિયન યૂનિયન મુસ્લીમ લીગ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવામાં આવશે.
સુધારેલા કાયદા અનુસાર, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના લોકો, જેઓ 31 ડિસેમ્બર, 2014ના રોજ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા અને તેમને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકત્વ (સુધારા) બિલ 2019 મંજૂરી આપવામાં આવી છે. જેના દ્વારા તે કાયદો બની ગયો છે.
કાયદાને પડકારતી કેટલીક અરજીઓમાં અસમ સ્ટુડન્ટ યૂનિયન, પીસ પાર્ટી, સરકારી સંગઠન, રિયા મંચ અને સિટીઝન અગેંસ્ટ હેટ, વકીલ એમ. એલ. શર્મા અને કાયદાના કેટલાક વિદ્યાર્થીઓ સામેલ છે.