આ અકસ્માત પૂર્ણિયા બસ સ્ટેન્ડ નજીક બન્યો હતો. ઘટના સમયે મોટાભાગના મુસાફરો નીંદરમાં હતા. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી હતી.
બસનું નામ ન્યાય રથ છે. જે મુઝફ્ફરપુરથી સિલ્લીગુડ્ડી જઇ રહી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે બસ પહેલા ડિવાઇડર સાથે અથડાઇ અને ત્યારબાદ તેમાં આગ લાગી હતી અને તરત જ આગ બસમાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જિલ્લાના SP વિશાલ શર્મા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં માત્ર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.