દિગ્ગજ ફિલ્મમેકર સલીમ ખાને શનિવારે કહ્યું કે, અયોધ્યામાં જે 5 એકર જમીન મુસ્લિમોને આપવાની છે તે જમીનમાં સ્કૂલ બનવી જોઈએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સલીમ ખાને કહ્યું કે, ભારતના મુસ્લિમોને મસ્જિદ નહીં સ્કૂલની જરૂર છે.
સલીમ ખાને આગળ કહ્યું કે, પૈગંબરે ઈસ્લામની બે ખુબી જણાવી છે, જેમાં પ્રેમ અને ક્ષમા પણ શામેલ છે. હવે જ્યારે આ વિવાદનો અંત આવ્યો છે તો મુસ્લિમોએ આગળ આવીને પ્રેમ વરસાવી માફી આપવી જોઈએ. હવે આ મુદ્દાને ફરી ન ચર્ચો. અહીંયાથી આગળ વધો.
ભારતીય સમાજના પરિપક્વ થવાની વાત કરી સલીમ ખાને આઈએએનએસને કહ્યું કે, ચુકાદો આવ્યા બાદ જે પ્રકારની શાંતિ અને સંપ જોવા મળ્યો તે પ્રશંસનીય છે. હવે તેનો સ્વિકાર કરો. એક જૂના વિવાદનો અંત આવ્યો. હું ચુકાદાનું સ્વાગત કરૂં છું.
મુસ્લિમોને હવે આ વિવાદ(અયોધ્યા વિવાદ)ની ચર્ચા ન કરવી જોઈએ. આ ઉપરાંત તેમણે મૂળભૂત સમસ્યાઓની ચર્ચા કરવી જોઈએ અને તેનું સમાધાન લાવવા પ્રયાસો કરવા જોઈએ. આપણે સ્કૂલ અને હોસ્પિટલની જરૂર છે. અયોધ્યામાં મળનાર 5 એકર જમીનમાં કોલેજ બને તો સારૂં રહેશે.
તેમણે કહ્યું કે, આપણે મસ્જિદની જરૂર નથી, નમાજ તો કહીં ભી પઢ લેંગે, ટ્રેન, પ્લેન, જમીન ક્યાંય પણ. પરંતુ આપડે સ્કૂલની જરૂર છે. 22 કરોડ મુસ્લિમોને તાલીમ સારી મળશે, તો આ દેશની ઘણી ખામીઓ દૂર થઈ જશે.
બોલીવુડમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મ અને તેનો ફોર્મ્યૂલા આપનાપ ફિલ્મ લેખકે કહ્યું કે, વડાપ્રધાન મોદી શાંતિ પર ધ્યાન આપે છે. હું વડાપ્રધાન સાથે સહમત છું. આજે આપણે શાંતિની જરૂર છે. આપણે આપણા ઉદ્દેશ્ય પર ફોકસ કરવા માટે શાંતિ જોઈએ. આપણે આપણા ભવિષ્ય અંગે વિચારવાની જરૂર છે. આપણે ખબર હોવી જોઈએ કે, શિક્ષિત સમાજમાં જ સારૂં ભવિષ્ય છે. મુખ્ય મુદ્દો એ છે કે, મુસ્લિમો તાલીમમાં પછાત છે. માટે હું ફરી કહું છું કે, આવો આપણે અયોધ્યા વિવાદનો અંત કરીંએ અને એક નવી શરૂઆત કરીંએ.