આગામી 2020-21ના સામાન્ય બજેટની તૈયારીઓ ચાલી રહી છે. નાણા પ્રધાન સીતારમણના નેતૃત્વમાં 20 જાન્યુઆરીએ હલવા રસમની સાથે બજેટના દસ્તાવેજોનું છાપકામ પણ શરુ થશે.
આ દરમિયાન કેટલાક પ્રધાનો પણ હાજર રહેશે. દર વર્ષ બજેટ માટે તેમના દસ્તાવેજોનું છાપકામ પહેલા હલવા રસમની પરંપરા ચાલી રહી છે. હલવો તૈયાર થયા બાદ તેનું વિતરણ નાણાં પ્રધાન સહિત અન્ય પ્રધાનો અને અધિકારીઓમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે હલવાની રસમમાં બજેટ નિર્માણમાં લાગેલા અધિકારી જ સામેલ રહે છે.
બજેટની પ્રાઈવેસી બનાવવી રાખવા માટે બજેટ પ્રકિયામાં સામેલ અધિકારીઓને બજેટ રજૂ થવા સુધી નાણાં પ્રધાનની ઓફિસ 'નોર્થ બ્લૉક'માં જ રહેવાનું હોય છે.
બજેટ બનાવવાની પ્રકિયા દરમિયાન તેમને પરિવાર સાથે વાતચીત કરવા અથવા મળવાની પરવાનગી અપાતી નથી. આટલું જ નહિ દસ્તાવેજો છાપવાનું કામ પણ 'નૉર્થ બ્લૉક'માં બનાવેલા છાપખાનામાં જ કરવામાં આવે છે.