ચૂંટણી પંચ તરફથી જાહેર કરેલા રિપોર્ટ મુજબ જોઈએ તો, સૌથી વધુ સીટો પર બહુજન સમાજ પાર્ટી ચૂંટણી લડી રહી છે. બસપા 262 સીટ જ્યારે ભાજપ 164 સીટ પર ચૂંટણી લડી રહી છે. જો કે, ભાજપના ચિન્હ પર અન્ય 14 ગઠબંધન ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી 16, માકપા આઠ સીટ પર ચૂંટણી લડી રહી છે.
આવી જ રીતે કોંગ્રેસ 147, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 101 અને એનસીપી 121 સીટ પર ચૂંટણી લડી રહી છે. શિવસેના 124 સીટ પર મેદાનમાં છે. આ તમામમાં જોઈએ તો 3001 પુરૂષ અને 235 મહિલા ઉમેદવારો આ વખતે મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી રહ્યા છે.
ઉંમર પ્રમાણે મતદારોની વાત કરીએ તો 18 થી 25 વર્ષના મતદારોની સંખ્યા 10676013 છે. 25 થી 40 વર્ષના મતદારોની સંખ્યા 31313396 અને 40 થી 60 વર્ષના મતદારોની સંખ્યા 32539026 છે. જ્યારે 60 થી પણ વધારે ઉંમરના મતદારોની સંખ્યા 15193584 છે.
મતદારોની સંખ્યાના આધારે જોઈએ તો સૌથી મોટી વિધાનસભા સીટ પનવેલ છે, જ્યાં 554827 મતદારો છે. જ્યારે વર્ધા સૌથી નાની સીટ છે, જ્યાં 277980 મતદારો છે.