નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આ મામલે તમામ ટેન્ડર્સ પણ ખતમ કરવાનો આદેશ આપ્યો છે અને નવા ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા જલદી શરૂ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ચીની કંપનીઓને 4G માટે નવા કોઈ ટેન્ડર નહીં આપવામાં આવે અને નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે.
સરકારે ખાનગી ટેલિકોમ કંપનીઓને પણ આ નિર્દેશનું પાલન કરવા જણાવ્યું છે. આ રીતે ભારતમાંથી ચીની સામાનને ઘટાડવાની દિશામાં મોટી પહેલ કરવામાં આવી છે. આ પગલાને વડાપ્રધાન મોદીના "આત્મનિર્ભર ભારત" અભિયાનનો પણ ભાગ માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જ્યારે ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગય હતા.