ETV Bharat / bharat

7 ફેરા લેવાના 8 કલાક પહેલા અપંગ થઇ વધુ, વરે ન છોડ્યો વધુનો સાથ - પ્રતાપગઢમાં લગ્ન

પ્રતાપગઢમાં લગ્નના 8 કલાક પહેલા જ એક વધુ પુરી રીતે અપંગ થઇ હતી. છોકરીવાળાને લાગ્યું કે, હવે વરરાજો લગ્નની મનાઇ કરશે. ખુશીવાળા ઘરમાં અચાનક જ માતમ છવાઇ ગયું અને પછી છોકરી પક્ષે વધુની નાની બહેન સાથે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ વરરાજાએ છોકરી પક્ષનો આ પ્રસ્તાવ ફગાવ્યો હતો. પછી શું થયું... અહીં વાંચો...

pratapgarh nwes in hindi
pratapgarh nwes in hindi
author img

By

Published : Dec 22, 2020, 5:52 PM IST

Updated : Dec 22, 2020, 8:06 PM IST

પ્રતાપગઢ (ઉત્તર પ્રદેશ): જિલ્લાના કુંડા વિસ્તારની રહેવાસી આરતી મોર્યના લગ્ન નજીકના જ એક ગામના અવધેશની સાથે થયા હતા. પરિવારમાં ખુશીનો માહોલ હતો. બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું. તેની જાન 8 ડિસેમ્બરે આવવાની હતી. છોકરો અને છોકરી બંને પક્ષોના લોકો ખૂબ જ ખુશ હતા. લગ્નનો દિવસ પણ આવી ગયો અને જાનની તૈયારી થવા લાગી હતી. પરિવારના સભ્યો અને બાકીના મહેમાનો તૈયારી કરી રહ્યા હતા, ત્યારે વધુ સાથે એક દર્દનાક હાદસો થયો. બપોરે 1 કલાકે એક બાળકને બચાવવાના ચક્કરમાં દુલ્હન આરતીનું પગ લપસ્ટો અને તે છત પરથી નીચે પડી. આ ઘટનામાં આરતીના કરરોડરજ્જુ પુરી રીતે તૂટી ગઇ. કમર અને પગ સહિત શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હતી. દુઃખની વાત એ હતી કે, નજીકની હોસ્પિટલમાં આરતીની સારવાર કરવાની ડૉકટરોએ ના પાડી દીધી. પરેશાન ઘરના લોકોએ આરતીને સારવાર માટે પ્રયાગરાજની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા.

ડૉકટરની વાત સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઇ

ડૉકટરોએ જણાવ્યું કે, આરતી અપંગ થઇ ગઇ છે અને તે ઘણા મહીનાઓ સુધી પથારીમાંથી ઉભી થઇ શકશે નહીં. આ સાંભળીને જ પરિજનોના હોંશ ઉડી ગયા. આરતીના ઘરના લોકોને લાગ્યું કે, છોકરાવાળા હવે લગ્ન તોડી નાખશે કારણ કે, સારવાર બાદ પણ આરતી પુરી રીતે સ્વસ્થ થવાની આશા ઓછી છે.

bride-crippled-8-hours-before-the-wedding-ceremony-in-pratapgarh
7 ફેરા લેવાના 8 કલાક પહેલા અપંગ થઇ વધુ

...અને અવધેશનો જવાબ સાંભળીને છોકરીવાળા ચોંકી ઉઠ્યા

નિરાશ આરતીના પરિવારવાળાએ દુલ્હા અવધેશ અને તેના ઘરના લોકોને બધી વાત જણાવી હતી. છોકરીવાળાએ દુલ્હાના પરિજનોને કહ્યું કે, તે લોકો સંબંધ તોડશે નહીં અને આરતીની જગ્યાએ તેની નાની બહેન સાથે વરરાજો અવધેશ લગ્ન કરી લે. છોકરીવાળા ખૂબ જ હતાશ થયા હતા, પરંતુ દુલ્હા અવધેશનો જવાબ સાંભળીને તે ચોંકી ઉઠ્યા. તેમને આશા ન હતી કે, અવધેશ આવું કરશે.

નક્કી સમયે જ લગ્ન કરવા પર અડગ વરરાજો

વરરાજા અવધેશે કહ્યું કે, આરતી જે હાલતમાં છે તેવી હાલતમાં સ્વીકારવા માટે તૈયાર છે. તે આરતીને ન માત્ર પોતાની પત્ની બનાવશે પરંતુ નક્કી કરેલા સમયે જ લગ્ન પણ કરશે. આ સાંભળીને જ આરતીના પરિજનોની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. તેમને આશા ન હતી કે, આજના સમયે એવા કોઇ માણસો હશે જે બધુ જ જાણવા છતાં બાળકીને સ્વીકારશે. તે બાદ અવધેશે ઓક્સીજન સપોર્ટ સિસ્ટમના આશરે સારવાર કરી રહેલી આરતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

ઉત્તર પ્રદેશની અનોખી ઘટના

લગ્ન કરીને 2 કલાક માટે ઘરે આવી આરતી

ડૉકટરોને વિશેષ અનુરોધ કરી આરતીને બે કલાક માટે ઘરે લાવવામાં આવી હતી. તેને સ્ટ્રેચર પર જ સુવડાવીને લગ્નની રીત અદા કરી હતી. ઓક્સીજન અને ડ્રિપ લાગી હતી અને તે સ્થિતિમાં જ અવધેશે તેની માગ ભરી હતી. સ્થળે હાજર બધા લોકોની આંખમાં આંસુ આવ્યા હતા. પુરા રીતિ-રિવાજ સાથે આરતીની વિદાઇ કરવામાં આવી, પરંતુ તે સાસરે ન જઇને હોસ્પિટલ ગઇ હતી. આવતા દિવસે આરતીના થનારા ઓપરેશન માટે ભરવામાં આવતા ફોર્મ પર સહી પોતે અવધેશે કરી અને એ પણ તેના પતિ તરીકે...

દરેક જગ્યાએ થઇ રહી છે અવધેશની પ્રશંસા

લગ્નના અઠવાડિયા બાદ પણ અવધેશ હોસ્પિટલમાં જ છે. તે દરેક પળે પોતાની પત્નીની દેખરેખ રાખી રહ્યો છે. અવધેશ આરતીને દિલાસો આપી રહ્યો છે કે, તે જલ્દી જ સ્વસ્થ થઇ જશે. ડૉકટરોનું કહેવું છે કે, અત્યારે ઓછામાં ઓછા બે અઠવાડિયા આરતીને હોસ્પિટલમાં જ રહેવું પડશે. જે બાદ તે આવતા અનેક મહીના સુધી પથારીમાં રહેવું પડશે. સામાન્ય જીવન બીજીવારર જીવવામાં તેને એક લાંબો સમય લાગશે. આરતીને એ વાતની ખુશી છે કે, તેના જીવનના સૌથી કઠીન સમયમાં અવધેશે દેખરેખ કરી છે. આજકાલ અવધેશ અને આરતીના આ પ્રેમની ચર્ચા દરેક વ્યક્તિ કરી રહ્યા છે અને અવધેશના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

Last Updated : Dec 22, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.