ETV Bharat / bharat

કર્ણાટકમાં કોરોનાના ડરથી બે લોકોએ આત્મહત્યા કરી

author img

By

Published : Jul 8, 2020, 8:08 PM IST

કર્ણાટકના ઉડુપી શહેરમાં બે લોકોએ કોરોનાના ડરથી અલગ-અલગ જગ્યાએ આત્મહત્યા કરી હતી. તેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતો એક સ્કૂલનો વિદ્યાર્થી પણ સામેલ છે.

કર્ણાટકમાં કોરોનાના ડરથી બે લોકોએ આત્મહત્યા કરી
કર્ણાટકમાં કોરોનાના ડરથી બે લોકોએ આત્મહત્યા કરી

ઉડુપી: કર્ણાટકમાં કોરોનાના ડરથી ઉડુપી શહેરમાં આત્મહત્યાની બે ઘટનાઓ સામે આવી છે. અહીં આઇસોલેશન વોર્ડમાં દાખલ વ્યક્તિએ કોરોનાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ 63 વર્ષ પ્રભાકર પુટનર તરીકે થઈ છે. 5 જુલાઈએ પ્રભાકરને ઉડુપી આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે, આત્મહત્યા કરનાર વ્યક્તિનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રભાકરે કોરોનાના ડરથી આત્મહત્યા કરી હતી. આ કેસમાં ઉડુપી શહેરના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ત્યારે ઉડુપીના બ્રહ્મવાર તાલુકના ગુંડમી ગામમાં 10માં ધોરણના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, મૃતકની ઉંમર 15 વર્ષની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થીની માતા લોકોમા ઘરે કચરા પોતાનું કામ કરવા જતી હતી. તેની માતા જે ઘરમાં કામ કરવા જતી હતી તે ઘરના માલિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે માતા અને પુત્રને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

એવી આશંકા છે કે, કોરોન્ટાઇનને કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે મૃતકના કોરોના રિપોર્ટ આવ્યા બાદ અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.