ETV Bharat / bharat

ચૂંટણી પંચે 33 કરોડ રુપિયાની વાદળી શાહીનો ઓર્ડર આપ્યો - order

મૈસૂર: ભારતીય ચૂંટણી પંચ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જેમાં સૌથી અગત્યની વસ્તુ છે, મતદાનનું નિશાન એટલે કે વાદળી શાહી. જેના માટે ચૂંટણીપંચ દ્વારા 26 લાખ બોટલનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેનાથી અંદાજે 90 કરોડ લોકો પાસે મતદાન કરવામાં આવશે. આ વાદળી શાહીની કિંમત આશરે 33 કરોડ રૂપિયા હશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 25, 2019, 6:26 PM IST

આગામી લોકસભા-2019ની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાનીછે. જેનો પ્રારંભ11 એપ્રિલથી થશે અને 19 મેના દિવસેપૂર્ણ થઈ જશે, તથા23 મેના દિવસે મતગણતરી કરવામાં આવશે.

રેકોર્ડ પર નજર કરીએ તો, આ વખતે વાદળી શાહીની કિંમત 2009ની ચૂંટણીથીત્રણ ગણી વધારે જોવા મળીછે. વર્ષ 2009માં વાદળી શાહીની કિંમત 12 કરોડ રૂપિયા હતીઅને વર્ષ 2014ની ચૂંટણીની સરખામણીમાંઆ વખતે પાકી શાહીની 4.5 લાખ બોટલવધારે મંગાવવામાં આવી છે. દરેક બોટલમાં 10 મિલીલીટર શાહી હોય છે. એક બોટલથી અંદાજે 350 મતદારોને શાહીનું નિશાન લગાવવામાં આવે છે.

Election
ફાઈલ ફોટો

મહત્વનું છેકે, વર્ષ 2004 સુધી મતદાનના નિશાન માટે માત્ર એક ડોટ જ કરવામાં આવતુંહતું. જ્યારે વર્ષ 2006થી ચૂંટણી પંચે તેની જગ્યાએ હવે એક સીધી લાંબી લાઈન લગાવવાનો નિર્દેશ કર્યો છે. તેથી શાહીનો વપરાશ વધ્યો છે. દરેક મતદાન મથક પર બે બોટલઆપવામાં આવે છે. સૌથી વધુ શાહીની બોટલઉત્તરપ્રદેશમાં વપરાય છે. જેમાં અંદાજે 3 લાખ બોટલનો ઉપયોગ થાય છે અને સૌથી ઓછી અંદાજે 200 બોટલનોલક્ષદ્વીપમાં ઉપયોગ થાય છે.

Mysore
ફાઈલ ફોટો

મૈસુર પેઈન્ટ્સ એન્ડ વોર્નિંસની બનાવેલી શાહી પહેલી વાર વર્ષ 1962માં ઉપયોગ કરવામાં આવીહતી. તે સમયે 3.74 લાખ બોટલને 3 લાખ રૂપિયામાં મંગાવાઈ હતી. ભારત ઉપરાંત અંદાજે 30 દેશોમાં આ શાહીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ શાહીનો ઉપયોગ વર્ષ 2016માં નોટબંધી પછી કરવામાં આવ્યોહતો.

લોકસભાની ચૂંટણીઃ 33 કરોડની વાદળી શાહીનો ઓર્ડર અપાયો

મૈસુર- ભારતીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ લાગી ગયું છે. ચૂંટણીમાં સૌથી મહત્વની વાત હોય છે તે મતદાનનું નિશાન. એટલે કે વાદળી શાહી… જેના માટે ચૂંટણી પંચે 26 લાખ બોટલનો ઓર્ડર આપ્યો છે. અંદાજે 90 કરોડ લોકો મતદાન કરવા આવશે, તેને માટે આ વાદળી શાહીથી આંગળી પર નિશાન કરવામાં આવશે. આ વાદળી શાહી અંદાજે 33 કરોડ રૂપિયાની હશે.

લોકસભા 2019ની ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. 11 એપ્રિલથી મતદાનનો પ્રારંભ થશે અને 19 મેના રોજ પૂર્ણ થશે. મતગણતરી 23 મેના રોજ થશે.

રેકોર્ડ પર નજર કરીએ તો આ વખતે વાદળી શાહીની કીમત 2009ની ચૂંટણી કરતાં ત્રણ ગણી વધારે છે. 2009માં વાદળી શાહીની કીમત 12 કરોડ રૂપિયા હતી, અને 2014ની ચૂંટણીની સરખામણીએ આ વખતે પાકી શાહીની 4.5 લાખ બોટલો વધારે મંગાવામાં આવી છે. દરેક બોટલમાં 10 મિલીલીટર શાહી હોય છે. એક બોટલથી અંદાજે 350 મતદારોને શાહીનું નિશાન લગાવવામાં આવે છે.

જાણવા જેવી એ પણ છે કે વર્ષ 2004 સુધી મતદાનના નિશાન માટે માત્ર એક ડોટ જ લાગતો હતો. 2006થી ચૂંટણી પંચ તેની જગ્યાએ હવે એક સીધી લાંબી લાઈન લગાવવાનો નિર્દેશ કર્યો છે. આથી શાહીનો વપરાશ વધ્યો છે. દરેક મતદાન મથક પર બે બોટલો આપવામાં આવે છે. સૌથી વધુ શાહીની બોટલો ઉત્તરપ્રદેશમાં વપરાય છે. જ્યારે અંદાજે 3 લાખ બોટલોનો ઉપયોગ થાય છે. અને સૌથી ઓછી અંદાજે 200 બોટલો લક્ષદ્વીપમાં ઉપયોગ થાય છે.

મૈસુર પેઈન્ટ્સ એન્ડ વોર્નિંસની બનાવેલી શાહી પહેલી વાર 1962માં ઉપયોગ કરાઈ હતી. ત્યારે 3.74 લાખ બોટલો 3 લાખ રૂપિયામાં મંગાવાઈ હતી. ભારત ઉપરાંત અંદાજે 30 દેશોમાં આ શાહીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ શાહીનો ઉપયોગ 2016માં નોટબંધી પછી કરાયો હતો.

--
Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.