હુમલા અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'થન્ગમીબન લીલા સિંગ ખોગનાન્ગખોગ ખાતે આવેલ વિધાનસભા ભવન પાસે ડ્યુટી કરી રહેલા સીઆરપીએફના જવાનો પર ઉગ્રવાદીઓએ સાંજે પાંચ વાગ્યાની આસપાસ બોમ્બથી હુમલો કર્યો હતો.'
ઘાયલ થયેલા સીઆરપીએફના જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે . ડૉક્ટરોએ જણાવ્યું કે, જવાનોની સ્થિતિ સુધારા પર છે
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હુમલો કરનાર ઉગ્રવાદીઓને પકડવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે.