પટના: બિહારની રાજધાની બ્લાસ્ટથી થરથરી ઉઠી છે. અહીંયાના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક ગાંધી મેદાન વિસ્તારમાં સોમવારે સવારે બ્લાસ્ટ થયો છે. જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-pat-01-vis-blast-pkg-bh10018_10022020095123_1002f_1581308483_361.jpg)
1 મહિલા અને 3 બાળકો ઈજાગ્રસ્ત
આ બ્લાસ્ટમાં 1 મહિલા અને 3 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને PMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ બ્લાસ્ટ એક જૂના મકાનમાં થયો હતો. અહીંયા એક કોચિંગ સેન્ટર પણ ચાલી રહ્યું હતું.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-pat-01-vis-blast-pkg-bh10018_10022020095123_1002f_1581308483_721.jpg)
સિલિન્ડર મળ્યા સલામત
બ્લાસ્ટ થયો છે તે રૂમની બાજુમાં સ્થિત રસોડામાં સિલિન્ડરો સલામત જોવા મળ્યાં છે છે. જો કે, હાલ પોલીસે વિસ્ફોટક પદાર્થની તપાસ શરૂ કરી રહી છે. જે રૂમમાં બ્લાસ્ટ થયો હતો, તે રૂમની બાજુમાં રહેનારા વિદ્યાર્થીઓને પોલીસે પૂછપરછ કરવા માટે રોકી રાખ્યા છે.
ઘણા મકાનોને નુકસાન
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-pat-01-vis-blast-pkg-bh10018_10022020095123_1002f_1581308483_721.jpg)
ઈટીવી ભારત સાથે ચર્ચા કરીને તે રૂમની બાજુમાં રહેનારા એક વિદ્યાર્થી અભિષેકે જણાવ્યું કે, તે પોતાના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો અને અચાનક જ આગળના રૂમમાં જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને કારણે આજુ-બાજુના ઘણા મકાનોમાં નુકસાન થયું છે.