આ નોટિસ વર્ષ 1998ના કાળા હરણના શિકાર મામલે સીજેએમ કોર્ટ દ્વારા આ લોકોને મુક્ત કરવા વિરૂદ્ધ રાજ્ય સરકાર દ્વારા ફાઈલ કરેલા અરજી રજૂ કરવામાં આવી છે. જેનાથી એક્ટર્સને એકવાર ફરી કોર્ટમાં સુનાવણીનો સામનો કરવો પડશે.
આ નોટિસ જસ્ટિસ મનોજ ગર્ગની તરફથી રજૂ કરવામાં આવી છે. હવે આ મામલાની આગામી સુનાવણી 8 સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર, 2018માં જોધપુરના સીજીએમ કોર્ટે હિરણનો શિકાર કરનાર આરોપી સૈફ અલી ખાન, નીલમ, સોનાલી બેન્દ્રે અને તબ્બુને આરોપમાંથી મુક્ત કરી દીધા હતા. જેના પર રાજ્ય સરકારે આશ્ચર્ય જતાવ્યું હતું.
જો કે, આ મામલામાં અભિનેતા સલમાન ખાનને કોર્ટે 5 વર્ષની સજા સભંળાવી હતી. પરંતુ તેમને જલ્દી જ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા. કોર્ટે સલમાનને જામીન આપ્યાની સાથે જ વિદેશ મુલાકાત પર જતા પહેલા કોર્ટ પાસેથી મંજૂરી લેવાનો આદેશ આપ્યો હતો.
મહત્વનું એ છે કે, વર્ષ 1998માં 'હમ સાથ સાથ હૈ' ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજસ્થાનમાં 2 ઓક્ટોમ્બરના સલમાન ખાન પર કથિત રૂપથી બે કાળા હરણોનો શિકાર કરવાનો આરોપ કરવામાં આવ્યો હતો. તેમના સહકલાકાર નીલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને સૈફ અલી ખાન પર તેમને શિકાર કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ કર્યો હતો.
આ કેસ પર લગભગ 20 વર્ષથી સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં સલમાનને છોડીને સાબિતીના અભાવને કારણે સૈફ, તબ્બુ, નીલમ, સોનાલી તેમજ દુષ્યંતને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમના વિરૂદ્ધ ફરીથી નોટિસ રજૂ કરવામાં આવી છે.