બ્લેક હોલ પર રિસર્ચની શરૂઆત 2012માં થઇ હતી, જ્યારે આતંરરાષ્ટ્રીય સ્તરે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પર હાજર ટેલિસ્કોપની મદદથી બ્લેક હોલની આસપાસના વાતાવરણને જોવાના પ્રયત્નો શરૂ કર્યા હતો. બુધવારે 5 દેશોના 6 શહેરો - વોશિંગ્ટન, બ્રસેલ્સ, સેન્ટિયાગો, શાંઘાઇ, તાઇપે અને ટોક્યોમાં ખગોળશાસ્ત્રીઓએ બ્લેક હોલની તસવીરો એકસાથે રિલીઝ કરી હતી.
માનવ ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આપણે તમામ લોકો બ્લેક હોલની ઓરીજનલ તસવીર જોઇ શકીએ છીએ. જેને સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે. આ ઓબ્જેક્ટ અંગે અત્યાર સુધી ખગોળ વૈજ્ઞાનિકો માત્ર અંદાજો જ લગાવી શકતા હતા, પરંતુ હવે આપણી પાસે તેની તસવીરો પણ ઉપલબ્ધ થઇ ગઇ છે. આ ઓબ્જેક્ટ પૃથ્વીથી 87 ગેલેક્સી અને 55m પ્રકાશવર્ષથી દૂર છે.
ફોટોગ્રાફમાં Galaxy Messier 87ની વચ્ચે એક બ્લેક હોલ દેખાય છે, જે પૃથ્વીથી 53 મિલિયન પ્રકાશવર્ષ દૂર છે. ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ રિસર્ચર્સના અનુમાન અનુસાર, આ બ્લેક હોલ સૂર્યથી 6 બિલિયન ગણો મોટો છે. જેની તસવીર લેવા માટે ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેલિસ્કોપ સિંગલ ટેલિસ્કોપ નથી, પરંતુ તે 8 રેડિયો ટેલિસ્કોપને રિફર કરે છે. તેને 5 મહાદ્વિપો પર લગાવવામાં આવ્યું હતું. એપ્રિલ 2017માં એક અઠવાડિયા માટે સ્પેસના એક જ એરિયાને અલગ અલગ જગ્યાએથી ટાર્ગેટ કરીને તેને લગાવવામાં આવ્યું હતું.
સૌથી પહેલાં બ્લેક હોલ્સ અંગે જાણીતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇન થિયરી ઓફ રિલેટિવિટી લઇને આવ્યા હતા. જો કે, આઇનસ્ટાઇન પણ તેને લઇને અવઢવમાં જ રહ્યા હતા કે, આ પ્રકારના બ્લેક હોલનું કોઇ અસ્તિત્વ છે કે નહીં. ત્યારબાદથી ખગોળશાત્રીઓએ આ અંગેની તપાસ શરૂ કરી દીધી હતી જેની સફળતા મળી છે.