અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપતા ભાજપનું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનુ સપનું ચકનાચુર થઈ ગયુ છે. જ્યારે આ અંગે સુરત આવેલા ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશીએ જણાવ્યું કે, હાલ ભાજપ વિપક્ષમાં બેસશે અને ભાજપ વિપક્ષમાં બેસીને લોકહિતના કાર્યો કરશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ મહારાષ્ટ્રમાં એટલા માટે સરકાર બનાવી શકી નથી. કારણ કે, મહારાષ્ટ્રમાં અજિત પવાર ફરી ગયા છે, શિવસેનાએ પણ ભાજપનો સાથ છોડ્યો છે, તો હવે શિવસેના વિચારે. રાજનીતિમાં આવા ઉતાર ચઢાવ તો આવતા હોય છે.