મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ત્યાં સત્તા સંઘર્ષ વધું ગૂંચવાતો જાય છે. ત્યારે આજે ભાજપના ધારાસભ્યોની એક બેઠક મુંબઈમાં મળવા જઈ રહી છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી થાય તેવી સંભવાના છે.
અહીં ઉલ્લેખનીય છે કે, હાલમાં ફડણવીસે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે પોતે જ સ્થાપિત થશે. આપને જણાવી દઈએ કે, ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. ત્યારે આજની આ બેઠક પર સૌની નજર રહેશે, જો કે, બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજર નહીં રહે.