ETV Bharat / bharat

કલમ 370 મુદ્દે ફારુક અબ્દુલ્લાનું નિવેદન દેશદ્રોહી: સંબિત પાત્રા - ગુજરાતીસમાચાર

ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાનું નિવેદન દેશદ્રોહી છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, ફારુક અબ્દુલાએ પ્રથમ વખત આવું નિવેદન આપ્યું નથી. તેઓ પહેલા પણ દેશદ્રોહી વિરોધી નિવેદન આપ્યી ચૂક્યા છે. અબ્દુલ્લાએ કહ્યું હતુ કે, ચીનની મદદથી કલમ 370 પરત લઈ શકાય છે.

farooq abdullah
farooq abdullah
author img

By

Published : Oct 13, 2020, 10:09 AM IST

નવી દિલ્હી: ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, ફારુક અબ્દુલ્લાએ એક ઈન્ટરવ્યુમાં ભારત વિરુદ્ધ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એક પૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન સાંસદમાં કોઈ વાત કહે છે તે સાધારણ નથી. ફારુક અબ્દુલ્લાએ જ્યારે કહ્યું કે, ચીનની મદદથી જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 પરત લાવી શકાય છે.

પાત્રાએ જણાવ્યું હતું કે, ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જ્યારે ભારતની સંસદમાં 370ની જોગવાઈઓ રદ્દ કરવામાં આવી, ત્યારબાદ ચીન આક્રમક થયું. પાત્રાએ કહ્યું કે, એક સાંસદ આવી વાત કઈ રીતે કહી શકે કે બીજા દેશની મદદથી કલમ 370 પુનસ્થાપિત કરવામાં આવશે?

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો : કલમ-370ની નાબૂદીનું એક વર્ષ, વાંચો, જમ્મુ-કાશ્મીરમાં શું શું બદલાયું?

ફારુક અબ્દુલ્લા અને રાહુલ ગાંધી એક સિક્કાની બે બાજુ છે. બંન્નેના નિવેદન એકસરખા છે. બંન્નેએ મોદીને ધિક્કારતા ભારતને ધિક્કારવાનું શરું કર્યું છે. પાત્રાએ કહ્યું કે ફારૂક અબ્દુલ્લા પહેલા પણ આવા નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે "પીઓકે ક્યાં તુમ્હારે બાપ કા હૈ જો તુમ પીઓકે લે લોગે", આ નિવેદન પણ તેમનું છે.

ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, આ પ્રકારનું નિવેદન નિંદનીય છે. તેમના મનમાં શું છે તેને લઈ ખુબ જ સવાલો ઉભા થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ ફારુક અબ્દુલાએ કહ્યું કે, જ્યારે 370 કલમ રદ્દ થઈ છે. ત્યારથી ચીન સાથે તણાવ છે. ચીને આક્રમક રુપ અપનાવ્યું છે. આશા કરીએ કે, ચીનની મદદથી અમે ફરીથી કલમ-370 લાગુ કરીશું.

આ પણ વાંચો : કલમ 370 નાબુદ થયા બાદ આતંકવાદી સંગઠનમાં જોડાનારા યુવાનોમાં ઘટાડો

આપને જણાવી દઈએ કે, 5 ઓગ્સ્ટ 2019ના કેન્દ્ર સરકારે કલમ 370 કલમને દુર કરવાનો નિર્ણય કર્યો હતો.બીજી તરફ ચીનની સાથે સરહદ પર તણાવ ચાલું છે. ચીનને ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે. જેનાથી ચીન ડરી ગયું છે. ભારતના રક્ષા પ્રધાને પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, ચીન તેમની નીતિમાં ક્યારે પણ સફળ થશે નહી. ભારતીય સેના દરેક મુકાબલાનો સામનો કરવા તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.