ઔરંગાબાદઃ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોત બાદ સૌ કોઈ CBI તપાસ માટેની માગ કરી રહ્યાં છે. જે સંદર્ભે ભાજપ સાંસદ સુશીલ કુમારે પણ આ સંબંધિત મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે CBI તપાસ માટે માગ કરી છે.
પત્રમાં ભાજપ સાંસદ સુશીલ કુમારે લખ્યું હતું કે, દેશ આખો સુશાંતસિંહ રાજપૂતની મોતની હકીકત જાણવા માગે છે. તેમણે મહારાષ્ટ્ર પોલીસના અસહયોગી વલણ પર આક્ષેપ કરતાં કેસની તપાસ CBIને સોંપવાની અપીલ કરી હતી.
પરિવારે કોર્ટમાં અરજી કરી દાખલ
નોંધનીય છે કે, સુશાંતસિંહે રાજપૂત આત્મહત્યા મામલે શુક્રવારે તેના પરિવારે પટણા હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. જેમાં તેમણે કેસની તપાસ CBIને સોંપવાની માગ કરી હતી.
સુશાંતે 14 જૂને મુંબઈમાં કરી હતી આત્મહત્યા...
ઉલ્લેખનીય છે કે, 14 જૂને સુશાંતસિંહ રાજપૂતે મુંબઇમાં આત્મહત્યા કરી હતી. આ મામલે પટણા પોલીસે મુંબઇમાં તપાસ આગળ ધપાવી છે. પટના પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે મુંબઈ પોલીસ અધિકારીએ બિહારની ટીમ સાથે વાત કરી નથી.