ઉલ્લેખનીય છે કે, નવી સરકાર બનાવ્યા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આમાં ભાગ લેવા ભાજપના ધારાસભ્યો 'મેં ભી સાવરકર' ટોપી પહેરીને પહોંચ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ ટોપીમાં જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, તેમનું નામ રાહુલ સાવરકર નથી માટે તેઓ માફી માંગશે નહીં.
કોંગ્રેસની સહયોગી પાર્ટી શિવસેનાએ પણ રાહુલના આ નિવેદન પર નારાજગી વ્યક્ત દર્શાવી હતી. શિવસેનાએ કહ્યું કે, સાવરકર દેશના મહાનાયકોમાં સામેલ છે. તેમનું અપમાન કોઈએ પણ કરવું જોઈએ નહીં.