ધારાસભ્ય સુરેન્દ્રસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં સુપ્રિમ કોર્ટના પાંચ જજોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ન્યાયાધીશો જે નિર્ણય કર્યો છે તેનાથી ભારતના સમ્માનનું રક્ષણ થયુ છે. તેમજ સંસ્કૃતિ જળવાઈ રહી છે.
તેમણે ઉમેર્યુ હતું કે, રામ અયોધ્યામાં નહીં તો શું અરબમાં હોવાના? જે પાંચ ન્યાયાધીશોએ ચૂકાદો આપ્યો તે ભારતના રત્નો છે. તમામને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તેવો અનુરોધ સુરેન્દ્રસિંહે કહ્યુ હતો.