કોલકાતા: પ્રશ્વિમ બંગાળના ઉત્તર દિનાજપુરમાં ભાજપના MLA દેવેન્દ્રનાથ રે રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, આ ઘટના બાદ પ્રદેશમાં હડકંપ મચી ગયો હતો.
જાણકારી અનુસાર, સોમવારે દેવેન્દ્રનાથ રેનો મૃતદેહ તેમના ઘરની પાસે લટકતો મળ્યો હતો. સ્થાનિક લોકોનું માનવું છે કે, દેવેન્દ્ર નાથ રેની હત્યા કર્યા બાદ મૃતદેહને ફાંસી આપી દેવામાં આવી છે. આ મામલે સ્થાનીય પ્રશાસન તરફથી કોઇ જાણકારી મળી નથી.
તમને જણાવી દઇએ કે, બંગાળની હેમતાબાદ વિધાનસભા બેઠક આરક્ષિત બેઠક છે. આ બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દેવેન્દ્રનાથ રે ચૂંટાયા હતાં.