ETV Bharat / bharat

ગોલ્ડ સ્મગલિંગ કેસમાં BJPએ કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનના રાજીનામાની માગ કરી

author img

By

Published : Aug 2, 2020, 5:30 PM IST

કેરળના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ભારતીય જનતા પાર્ટીએ કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનના રાજીનામાની માગ કરી છે. આ માગને લઇને વિદેશ અને સંસદીય મામલાના રાજ્ચ પ્રધાન વી.મુરલીધરન એક દિવસીય ભૂખ હડતાળ પર બેઠા છે.

ETV BHARAT
ગોલ્ડ સ્મગલિંગ કેસમાં BJPએ કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનના રાજીનામાની માગ કરી

નવી દિલ્હીઃ કેરળના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં BJPએ મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનના રાજીનામાની માગ કરી છે. આ માગને લઇને વિદેશ અને સંસદીય મામલાના રાજ્ચ પ્રધાન વી.મુરલીધરન એક દિવસીય ભૂખ હડતાળ પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેરળમાં BJPના એક માત્ર ધારાસભ્ય ઓ.રાજગોપાલે CM વિજયનના રાજીનામાની માગને લઇને શનિવારે પાર્ટીના રાજ્ય સમિતિ કાર્યાલયમાં એક દિવસનો ઉપવાસ શરૂ કર્યો હતો.

પ્રથમ દિવસ ઓ.રાજગોપાલે કર્યો ઉપવાસ

કેન્દ્રીય રાજ્ય પ્રધાન મુરલીધરન અને કેરળના ધારાસભ્ય રાજગોપાલ ઉપરાંત અન્ય ઘણા ભાજપના નેતાઓ પણ એક દિવસના ઉપવાસ પર છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, CM વિજયનના રાજીનામાની માંગણી સાથે પાર્ટીના નેતાઓ 1થી 18 ઓગસ્ટ સુધી અનેક સ્થળોએ ભૂખ હડતાલ પર ઉતરશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉપવાસ સમ્મેલનના માધ્યમથી ઉપવાસની શરૂઆત કરી અને કેરળના ભાજપ પ્રમુખ કે.સુરેન્દ્રન આ બેઠકની અધ્યક્ષતામાં હતા.

1 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી ઉપવાસ

પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, ઓ.રાજગોપાલે 1 ઓગસ્ટે શરૂઆત કરી હતી, જ્યારે 18 ઓગસ્ટના રોજ આ ઉપવાસ ભાજપ અધ્યક્ષ કે.સુરેન્દ્રન પૂર્ણ કરશે. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન વી.મુરલીધરન, કુમ્મનમ રાજશેખરન, પી.કે.કૃષ્ણદાસ અને સી.કે.પદ્મનાભન જેવા વરિષ્ઠ નેતા પણ વિવિધ જિલ્લામાં ઉપવાસ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીની આ હડતાળ સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલશે અને આ દરમિયાન વિવિધ જિલ્લામાં વર્ચ્યુઅલ રેલીનું આયોજન પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.