આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટી નેતા અર્જુન રામ મેઘવાળ, ભાજપના સંસદીય જુથની બેઠક લાઈબ્રેરી બિલ્ડિંગ પહોચ્યા હતા. 13 ડિસેમ્બર સુધી ચાલનારા સત્રમાં અંદાજે 39 ખરડા પસાર થવાના છે. જેમાં સિટિજન ખરડા સહિત અન્ય મોટા બિલ છે.
સંસદમા આજે કેન્દ્ર સરકાર વિવાદિત નાગરિકતા સુધારા ખરડો 2019(Citizen Amendment Bill 2019) પર ચર્ચા કરશે.
![bjp meeting in parliament library building](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5108698_modi.jpg)
બીજી તરફ સરકારે શિયાળું સત્રમાં જ 'વ્યક્તિગત માહિતી સંરક્ષણ ખરડો'ને પણ રજુ કરી શકે છે. આ ખરડો લોકોના અંગત માહિતી તેમની પરવાનગી વગર ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવા અંગે છે.
રજૂ થનાર ખરડામાં લોકોની ગોપનિયતાનું ઉલ્લંઘન કરવાવાળા એકમો પર દંડની જોગવાઈ કરવામાં આવી છે.
વ્યક્તિગત માહિતી સંરક્ષણ બિલ-2018નો ખરડો ન્યાયમૂર્તિ બી એન શ્રીકૃષ્ણની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણ આધારિત છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના માહિતી સુરક્ષા અંગે વિચારણા અને સૂચન માટે કરવામાં આવી હતી.