શનિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે વાતચીત ચાલી રહી છે. આ અંગેની ટૂંક સમયમાં જ જાહેરાત થઈ જશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં અમે ફરી વખત સત્તા પર આવવા ઈચ્છીએ છીએ એટલે પાર્ટીના દાવેદારોને બોલાવ્યા હતાં. અમે બંને સાથી પાર્ટીઓ આ ચૂંટણીમાં જીત માટે એકબીજાને મદદ કરતા રહીશું.
શિવસેના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, બાલા સાહેબને વચન આપ્યું હતું કે, એક દિવસ શિવસૈનિક મહારાષ્ટ્રના સીએમ બનીને રહેશે. આ વાત પરથી તો એવું સાબિત થાય છે કે, આગામી ચૂંટણીમાં મોટા ભાગની સીટ પર શિવસેના ચૂંટણી લડવા માગે છે.
સાથે જ આજે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક પણ યોજાવાની છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેવાના છે. આ બેઠક બાદ ભાજપના ઉમેદવારોની યાદી પર આખરી મોહર લાગી શકે છે. ત્યારે તમામ લોકોની નજર આ બેઠક પર રહેશે.