ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારા કાયદા વિશે લોકોને સમજાવવા માટે ભાજપે 10 દિવસ સુધી વ્યાપક સ્તર પર અભિયાન ચલાવવાની યોજના બનાવી છે.
બેઠકમાં NRC અને CAA, ઝારખંડ ચૂંટણી અને દિલ્હી વિધાનસભા ચૂંટણી જેવા તમામ મુદ્દા પર ચર્ચા કરી છે.
ભાજપ મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે બેઠક બાદ કહ્યું કે, મમતા બેનર્જી દ્વારા ભારતના આંતરિક વિષયમાં UNનું નિવેદન આપ્યું હતું. જે દુર્ભાગ્યપૂર્ણ છે.
યાદવે કહ્યું કે, આપણા દેશમાં દરેક વિસ્તારનો સંપર્ક કરવામાં આવશે. CAAને લઇને કેટલાક વિસ્તારમાં થઇ રહેલી હિંસા માટે ભાજપે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે, CAA કાયદો બન્યા બાદ સતત હિંસા થઇ રહી છે. આ બેઠકમાં વિપક્ષની આલોચનાનો જવાબ, શરણાર્થીઓને CAAના લાભ જણાવવામાં આવશે. CAAને પાસ કરાવવું, CAAમાં ભાજપની ભૂમિકા, વિપક્ષની ભૂમિકા જેવી તમામ વાતો પર ચર્ચા થઇ છે.
સોમવારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે. જેને લઇને ભાજપની બેઠકમાં વાતચીત થઇ હતી.